ગોંડલ:ગોંડલ તાલુકાના રીબડા ગામના ગિરાસદાર યુવાન રામકથા તેમજ હનુમાન ચાલીસા ઊંધી લખવામાં માહિર છે ગુજરાતી, હિંદી તેમજ અંગ્રેજી ભાષાને ઉંધી લખી શકવાની કૌશલ્યતાને ગુરુના આશિષ માની રહ્યાં છે રીબડાના રહેવાસી ખેતીવાડી તેમજ ગોંડલ પાસે રાજારામ હોટલ ચલાવતા સર્વજીતસિંહ શત્રુઘનસિંહ જાડેજા (ઉંમર વર્ષ 34) હિન્દી, ગુજરાતી કે અંગ્રેજી ભાષામાં રામકથા અને હનુમાન ચાલીસા ઊંધી લખવામાં માહિર છે તેમણે અત્યાર સુધી ઊંધી રીતે 47 જેટલી બુક લખી છે જેના આશરે 4772 પેજ થાય છે તાજેતરમાં જ તેઓ દ્વારા ઊંધી લિપિના લખાણવાળી બુક પ્રિન્ટ કરાવી પૂજ્ય હરિચરણદાસજી મહારાજના હસ્તે વિમોચન કરવામાં આવી હતી