જાપાનના ક્યોટો શહેરમાં 400 વર્ષ જૂનાં કોદાઈજી બૌદ્ધ મંદિરમાં એક રોબોટ પૂજારી મૂક્યો છે આ રોબોટ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને દયા અને કરુણાનો સંદેશ આપે છે આ રોબોટની શક્યતા મંદિરના અન્ય પૂજારી પણ કરે છે તેમને વિશ્વાસ છે કે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી આવનારા દિવસોમાં રોબટ વધારે બુદ્ધિમાન દેખાશે
મંદિરમાં રોબોટ મૂકવા બાબતે શરૂઆતમાં ઘણી બોલાચાલી થઈ હતી, પણ પૂજારીઓ અને સ્થાનિકોની માગ પર રોબોટ મૂકવામાં આવ્યો
કોદાઈજી મંદિરના પૂજારી થેનસે ગોટોએ કહ્યું કે, આ રોબોટ ક્યારેય મરશે નહીં સમયની સાથે તે પોતાનામાં સુધારો લાવશે બદલાતા બૌદ્ધ ધર્મ પ્રમાણે, તે સતત પોતાના જ્ઞાનની વૃદ્ધિ કરશે અને હંમેશાં સમય સાથે તાલમેળ કરીને ચાલશે