મધ્ય પ્રદેશમાં વરસેલા ભારે વરસાદે જે આસમાની કહેર વરસાવ્યો છે તેના કારણે ભારે માત્રામાં જનજીવન પણ પ્રભાવિત થયું છે હવામાન વિભાગે પણ રાજ્યના 30થી વધુ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યની અનેક નદીઓ ભયજનક સ્તરે વહી રહી છે પાણીનો પ્રવાહ પણ ગામો તરફ ફંટાતાં જ અનેક ગામો ટાપુમાં ફેરવાયાં છે તો સાથે જ રાજ્યના અનેક હાઈવે પણ પાણીના કારણે બંધ છે આવા સમયે કેટલાક વીડિયોઝ પણ સામે આવ્યા છે જેમાં જોઈ શકાય છે કે લોકો પાણી વચ્ચે કઈ હદે હાલાકીભર્યું જીવન જીવવા મજબૂર બન્યા છે શ્યોપુરનો આવો જ એક વીડિયો સામે આવ્યો હતો જેમાં સ્થાનિકોએ ઢીંચણ સુધી પાણીમાં સ્મશાનયાત્રા નીકાળી હતી ઠેરઠેર પાણી ભરાઈ જવાના કારણે ત્યાં વાહન પણ જઈ શકતું નથી જેના કારણે લોકોએ આવી પૂરની સ્થિતી વચ્ચે નનામીને સ્મશાને લઈ જવા માટે જદોજેહદ કરવી પડી હતી શ્યોપુરની માલવા નદીમાં પૂર આવતાં જ તેનો અનેક ગામો સાથેનો સંપર્ક પણ તૂટી ગયો હતો જેમાં સવાઈ-માધોપુર, બારાં, અને કોટાથી સીધો સંપર્ક તૂટી ગયો છે ત્યાંના બે ગામો પણ ટાપુમાં ફેરવાઈ ગયાં હતાં