ન્યૂયોર્ક :- સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની શુક્રવારે ગુપ્ટ બેઠક થઈ જેમાં ભારતે જણાવી દીધું કે કાશ્મીર અમારો આંતરિક મામલો છે જો પાકિસ્તાને વાતચીત કરવી હોય તો આતંકવાદ પર લગામ લગાવે જે બાદ UNમાં ભારતના પ્રતિનિધિ સૈયદ અકબરુદ્દીને મિડીયાને બ્રિફીંગ કર્ું હતુ જેમાં પાકિત્તાનના 3 પત્રકારો હાજર હતા જે પહેલાં ચીન અને પાકિસ્તાનના પ્રતિનિધિ મીડિયા સાથે મુલાકાત કરી હતી
અકબરુદ્દીને પહેલાં પાકિસ્તાનના પત્રકારોને જ સવાલ પૂછવા કહ્યું હતુ એક પત્રકારે પૂછ્યું, ‘ભારતની પાકિસ્તાન સાથે વાતચીત ક્યારે શરૂ થશે?’ જેના જવાબમાં અકબરુદ્દીન પોડિયમથી નીચે ઊતરીને પાક પત્રકારો પાસે જઈ તેમની સાથે હાથ મિલાવીને બોલ્યા કે, ‘વાતચીતની શરૂઆત તમારાથી જ કરીએ’ રૂમમાં હાજર પત્રકારોએ અકબરુદ્દીનના આ પગલાંનું સ્વાગત કર્યું હતુ
‘અમે શિમલા સમજૂતિ માટે પ્રતિબધ્ધ’
અકબરુદ્દીને પોડિયમ તરફ ફરીને કહ્યું, ‘અમે મિત્રતા માતે પોતાનો હાથ પહેલાં જ લંબાવી ચૂક્યા છીએ અમે શિમલા સમજૂતીને લઈને પ્રતિબદ્ધ છીએ હવે અમે પાકિસ્તાન તરફથી જવાબની રાહ જોઈ રહ્યા છીએ’
આ પહેલાં પત્રકારોએ પૂછ્યું હતુ કે, બંને પડોશીઓ વચ્ચે કોઈ સંપર્ક નથી તેથી અકબરુદ્દીને જણાવ્યું કે, ‘વાતચીત શરૂ કરવા માટે પહેલાં આતંકવાદ ખતમ કરો પાકિસ્તાનનું વલણ સત્યથી વેગળુ છે પાક જેહાદ અને આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યું છે’