વાઘોડિયાના જરોદ ગામની સીમના કુવામાં પડી ગયેલા ઝેરી કોબ્રાનું રેસ્ક્યુ કરાયું

2019-08-17 565

વડોદરાઃ વાઘોડિયા તાલુકાના જરોદ ગામની સીમમાં કૂવામાં પડી ગયેલા કોબ્રાને જીવદયા સંસ્થાની ટીમે રેસ્ક્યુ કરીને બહાર કાઢ્યો હતો પાણી ભરેલા કૂવામાં પડી ગયેલા આશરે 5 ફૂટના કોબ્રાને બહાર કાઢી સલામત સ્થળે છોડી દેવામાં આવ્યો હતો પોલીસ કોન્સ્ટેબલ સિધ્ધાર્થસિંહે પોતાના ખેતરના કૂવામાં સાપ પડ્યો હોવાની જાણ જીવદયા સંસ્થાના કાર્યકરોને કરી હતી તુરતજ પ્રાણીન, લાઇફ વીથ વાઇલ્ડ લાઇફ, ટ્રીઝ અને અગ્નીવિર સંસ્થાના કાર્યકરો નેહા પટેલ, સિધ્ધાર્થ અમીન, સંજય રાજપુત, શિવ શાહની, મિતેષ ચાવડા, યશ પટેલ અને રવિ ઠાકોર તુરતજ પહોંચી ગયા હતા અને કૂવામાં પડેલા કોબ્રા સાપને સિફતપૂર્વક બહાર કાઢી સલામત સ્થળે ખસેડ્યો હતો