નાણાપ્રધાન નિર્મલા સીતારામને શુક્રવારે અમદાવાદમાં કહ્યું હતું કે, દેશના અર્થતંત્રને ઝડપી બનાવવા માટેના રોડમેપ પર સરકાર કામ કરી રહી છે અને આ માટે પ્રધાનમંત્રી કાર્યાલય સાથે સતત વાતચીત પણ ચાલુ છે જોકે, તેમણે આ બાબતે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો અને કહ્યું હતું કે, રોડમેપ અંગે વાત કરવાનો આ યોગ્ય સમય નથી અને સમય આવ્યે સરકાર તમામ વિગતો જાહેર કરશે અમદાવાદ આવેલા સીતારામને ઇન્કમ ટેક્સ, રેવન્યુ, એકસાઈઝ સહિતના વિભાગોના અધિકારીઓ સાથે મિટિંગ કરી હતી અને ત્યારબાદ અધિકારીઓ સાથે રાજ્યના અલગ અલગ ક્ષેત્રના ઉદ્યોગો અને બિઝનેસ ગ્રુપ્સ સાથે મુલાકાત કરી હતી અને તેમના પ્રશ્નો જાણ્યા હતા ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વાર આ તકે GST અને ઇન્કમ ટેકસ સહિતના પ્રશ્નો અંગે પણ નાણાપ્રધાન સીતારામનને રજૂઆત કરવામાં આવી હતી