વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના પ્રવાસે ભૂટાન પહોંચ્યા

2019-08-17 4,808

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે ભૂટાનના બે દિવસના પ્રવાસે રવાના થયા છે અહીં વડાપ્રધાન મોદીને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું થિંપૂ એરપોર્ટ પર વડાપ્રધાન લોતે શેરિંગે વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું આ પહેલાં તેમણે 2014માં પહેલીવાર વડાપ્રધાન બન્યા ત્યારે પહેલી વિદેશ યાત્રા ભૂટાનની કરી હતી

બંને દેશો વચ્ચે 10 કરાર પર સમજૂતી થવાની શક્યતા છે આ પ્રવાસ પહેલાં મોદીએ કહ્યું હતું કે, ભૂટાનના નેતૃત્વ સાથે વાતચીત સાર્થક રહેશે અને તેનાથી બંને દેશોની મિત્રતા વધારે મજબૂત થશે બીજા કાર્યકાળની શરૂઆતમાં આ યાત્રાથી ખ્યાલ આવ્યો છે કે ભારત તેમના પડોશી દેશ ભૂટાન સાથેના સંબંધોને કેટલું મહત્વ આપે છે

Videos similaires