સોમનાથઃઆજથી શ્રાવણ માસના કૃષ્ણ પક્ષનો પ્રારંભ થયો છે, ત્યારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવને સવાલાખ મોતીનો શણગાર કરવામાં આવ્યો છે દેવાધિદેવ મહાદેવને મોતીઓના શણગારમાં અલૌકિક અને દેદિપ્યમાન દેખાઈ રહ્યાં છે હજારો લોકોએ ભોળાનાથના આ અલૌકિકરૂપમાં દર્શન કરી ધન્યતાનો અનુભવ કર્યો હતો