સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે શુક્રવારે કહ્યું કે, 'નો ફર્સ્ટ યુઝ' આજ સુધી અમારી ન્યૂક્લિયર પોલિસી રહી છે ભવિષ્યમાં શું થશે તે આગામી પરિસ્થિતિ પર નિર્ભર રહેશે સિંહે પોખરણમાં દેશના બીજા પરમાણુ બોમ્બ પરિક્ષણ સ્થળ પર પહોંચીને પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની પ્રથમ પુણ્ય તિથી પર શ્રદ્ધાંજલિ આપી હતી તેમણે કહ્યું કે, પૂર્વ વડાપ્રધાન વાજપેયીજીના કારણે આપણો દેશ આજે પરમાણુ શક્તિથી સંપન્ન છે