એકતરફ ચીન ભારતમાં કાશ્મીર મામલે ચૌધરી બનવાની કોશિશ કરી રહ્યું છે તો બીજી તરફ તેના જ હોંગકોંગમાં છેલ્લાં 3 મહિનાથી પ્રદર્શન કરી રહેલા લાખો લોકો પર બર્બર દમન કરવાની તૈયારીમાં છે ચીને પ્રદર્શનને ખત્મ કરવા હોંગકોંગની સરહદ સીલ કરી તેની નજીક સૈંકડો બખ્તરબંધ ગાડીઓ તૈનાત કરી દીધી છે સાથે જ સૈનાની માર્ચ કરાવી પ્રદર્શનકારીઓને જલ્દી પ્રદર્શન ખત્મ કરવાની ચેતવણી આપી છે અને જો ખત્મ નહીં કરે તો નિશાન બનાવવાની ધમકી પણ આપી છે