ભિલોડા:અરવલ્લી જિલ્લામાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબકતા ઠેરઠેર પાણી ભરાયા હતા જિલ્લામાં મેઘરાજાના વિરામ બાદ ફરી વરસાદી માહોલ સર્જાયો છે મોડી રાતથી બાદ સવારે ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી જ્યારે જિલ્લાના કેટલીક જગ્યાએ નીચાણવાળા વિસ્તારમાં પાણી ફરી વળ્યા હતા ભિલોડાની નાદારી નદી બે કાંઠે વહી રહી છે