જામનગરમાં મકાન ધરાશાયી, ત્રણથી ચાર લોકો દબાયાની શંકા, બચાવકાર્ય શરૂ

2019-08-16 815

જામનગર: જામનગરમાં શાક માર્કેટ પાસે આવેલા દેવુભાના ચોક વિસ્તારમાં એક મકાન ધરાશાયી થતા અફડાતફડીનો માહોલ સર્જાયો છે આ મકાન નીચે 7 લોકો દબાયા હતા જેમાં ચાર લોકોનો બચાવ કરવામાં આવ્યો છે અને હજુ ત્રણ લોકો દબાયેલા છે અને તેને બહાર કાઢવાની કામગીરી ચાલુછે ઘટનાને લઇને સ્થાનિક લોકો દોડી આવ્યા છે અને બચાવ કામગીરી હાથ ધરી છે તેમજ ફાયરબ્રિગેડ અને પોલીસ દોડી આવી છે આ મકાન બે માળનું હતું કોઇ કારણોસર ધરાશાયી થયું હતું ફાયર વિભાગ દ્વારા એક વ્યક્તિનો બચાવ થયો છે અને તેણે જણાવ્યું હતું કે, કંઇ વાંધો આવ્યો નથી, હાથમાં થોડોક સોજો આવી ગયો છે બચાવ કાર્યમાં એનડીઆરએફની ટીમ પણ આવી ગઇ છે

Videos similaires