મધ્ય પ્રદેશના અનેક જિલ્લાઓમાં થઈ રહેલા ભારે વરસાદના પગલે જનજીવન પ્રભાવિત થયું છે રાજ્યમાં અનેક નદી, નાળાં અને ડેમ પણ તેની ભયજનક સપાટી વટાવી ચૂક્યા છે છેલ્લા ચોવીસ કલાકમાં થયેલા લગાતાર વરસાદના કારણે ત્રણ લોકોનાં મોત થયાં હોવાના સમાચાર પણ સામે આવ્યા છે આસમાની કહેરના કારણે મહાકાલની નગરી ઉજ્જૈનનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે શહેરના રસ્તાઓ પણ નદીમાં ફેરવાઈ ગયા છે ગલીઓમાં વહેતા પાણીએ પૂર જેવો પ્રકોપ સર્જ્યો હતો જેના કારણે અનેક વાહનો પણ તણખલાની જેમ જ તણાઈ જતા જોવા મળ્યા હતા વાઈરલ થઈ રહેલો આ વીડિયો ગઈકાલ એટલે કે 15 ઓગસ્ટનો હોવાનું પણ સામે આવ્યું છે મળતી વિગતો પ્રમાણે ઉજ્જૈનમાં વહેલી સવારથી પાણી ઓસરતાં લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો જો કે, હવામાન વિભાગે રાજ્યના 40 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરીને લોકોને સાવચેત રહેવાની અપીલ કરી છે