લંડનમાં ભારતીય હાઈ કમિશનની ઓફિસ બહાર કાશ્મીર મુદ્દે વિરોધ પ્રદર્શન, 4ની ધરપકડ

2019-08-16 6,793

ભારત સરકારે જમ્મુ-કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જો પાછો લઈ લેતા તેની અસર લંડન સુધી જોવા મળી છે 15 ઓગસ્ટે સ્કોટલેન્ડ યાર્ડે જણાવ્યું કે, લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર હજારો લોકોએ આ મુદ્દે વિરોધ-પ્રદર્શન કર્યું હતું તે દરમિયાન ચાર લોકોની ધરપકડ પણ કરવામા આવી છે સ્વતંત્રતા દિવસે આ વિરોધ પ્રદર્શન પૂર્વઆયોજિત હતું ભારતના વિરોધમાં પાકિસ્તાની ગ્રૂપ, સિખ અને કાશ્મીરી ભાગલાવાદી સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું જોકે ત્યારે ભારતીય સમર્થકોએ પણ હાઈ કમિશન ઓફિસની બહાર ભેગા થયા હતા સમર્થક અને વિરોધીઓ બંને ગ્રૂપને બેરિયરની મદદથી અલગ કરવામાં આવ્યા હતા

Videos similaires