રાજકોટ: આજે 15 ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસ રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં શાળા-કોલેજોમાં અને સરકારી ઓફિસોમાં આન બાન અને શાન સાથે તિરંગો લહેરાયો હતો તેમજ દેશભક્તિના ગીતો ગુંજ્યા હતા રાજકોટના પોલીસ હેડ ક્વાર્ટરમાં પોલીસ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી રાજકોટનો જિલ્લા કક્ષાનો સ્વતંત્રતા કાર્યક્રમ જસદણની મોડેલ સ્કૂલ ખાતે યોજાયો હતો જેમાં કલેક્ટર રાહુલ ગુપ્તા સહિત રાજકીય નેતાઓ અને અધિકારીઓ હાજર રહી તિરંગો લહેરાવી રાષ્ટ્રગાન કર્યું હતું પોલીસ જવાનોએ પરેડ કરી હતી સૌરાષ્ટ્રનો સૌથી ઉંચો રાષ્ટ્રધ્વજ જેતપુરના નવાગઢ ગામે ફરકાવવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે તવક્કલ ક્રેઇન સર્વિસના માલિક ગુલાબભાઇ ખોખર પરિવાર દ્વારા આ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે દેશમાં ભાઇચારો અને શાંતિનો સંદેશો ફેલાઇ તેવા ઉદેશથી રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે