કર્ણાવતી ક્લબ પાસે STની સ્લિપર બસને રોંગ સાઈડમાં આવતી મિક્સર ટ્રકે ટક્કર મારી

2019-08-15 4,193

અમદાવાદ: એસજી હાઈવે પર કર્ણાવતી કલબ પાસે મોડી રાતે એસટી બસ અને મિક્સરટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં એસટી બસમાં સવાર બે મુસાફરોનાના મોત નીપજ્યાં છે જ્યારે ચારેક લોકો ઘાયલ થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે એસજી હાઈવે 2 ટ્રાફિક પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે

ગોધરા- ભુજ ની એસટી બસ મોડી રાતે ત્રણેક વાગ્યે કર્ણાવતી ક્લબ ટ્રાફિક પોલીસ ચોકી તરફથી પસાર થતી હતી ત્યારે રોંગ સાઈડમાં એક મોટી મિક્સર ટ્રક આવી હતી અને એસટી બસને ટક્કર મારી હતી ટક્કર વાગતા બસનો સાઈડનો આખો ભાગ ચિરાઈ ગયો હતો એસજી હાઈવે 2 ટ્રાફિક પોલીસના જણાવ્યા મુજબ બસમાં બેઠેલા 6થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જેમાં બે લોકોનાં મોત થયા છે જ્યારે ચાર લોકોને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે

Videos similaires