ઈમરાનને હવે લાગ્યો ડર, કહ્યું- હવે પીઓકેમાં મોદી સરકાર એક્શન લેશે

2019-08-14 5,960

પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના અવસરે ઈમરાન ખાન પાકિસ્તાન અધિકૃત કાશ્મીર(પીઓકે)ની વિધાનસભામાં પહોંચ્યા હતા અહીં ફરી વખત કાશ્મીરનો રાગ ગાઇને ભારત વિરુદ્ધ ઝેર ઓક્યું હતું અહીં સદનને સંબોધિત કરતા ઈમરાને કહ્યું કે મેં કાશ્મીર મુદ્દે પ્રધાનમંત્રી મોદી અને બીજેપીનું સત્ય દુનિયા સામે રાખ્યું છે તેમણે કહ્યું કે આ માત્ર કાશ્મીર સુધી રોકાવાનું નથી અમને રિપોર્ટ મળ્યા છે કે તેઓ પીઓકેમાં પણ આવી શકે છે

ઈમરાન ખાને કહ્યું કે પરંતુ અમારી સેના તૈયાર છે જો કંઇ પણ થયું તો અમે જવાબ આપીશું જેવી રીતે તેમણે પુલવામા બાદ બાલાકોટ કર્યું હતું, હવે પીઓકે તરફ આવી શકે છે ઈમરાન ખાને કહ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની પરિસ્થિતિ બનશે તો તેના માટે દુનિયા અને સંયુક્ત રાષ્ટ્ર જવાબદાર રહેશે

Videos similaires