શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે એટલે ઠેર ઠેર જુગાર રમવાની મોસમ ખીલી છે પરંતુ પોલીસ અનેક પત્તાપ્રેમીઓને ઝડપી રહી છે રાજકોટમાં પોલીસ માટે શરમજનક બાબત સામે આવી છે ખુદ પોલીસ કમિશનરના બંગલાથી હેડક્વાર્ટરનો દરવાજો માત્ર 30 ફૂટ દૂર છાય અને પોલીસ પુત્ર પોલીસના ક્વાર્ટરમાં જુગાર રમાડતો હતો તે સીપીના બંગલાથી 100 મીટર દૂર થાય પોલીસ પુત્ર હતો એટલે પિતાની ધાકથી જુગાર ચલાવતો કે પછી પોલીસની જ મીઠી નજર હેઠળ આ ચાલતું હતું કે પછી પોલીસ પુત્રને ખાખીનો ખૌફ નહોતો તેવા અનેક સવાલો સામે આવી રહ્યાં છે જો કે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનના પીઆઇ બીએમકાતરીયાએ DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા જમાદાર જગદીશ વાઘેલાનો પુત્ર રવિ જુગાર રમાડે છે તેવી બાતમી મળી હતી જો કે અગાઉ 4-6 મહિના પહેલા પણ આવી બાતમી મળી હતી પરંતુ ત્યારે દરોડા પાડ્યા હતા પરંતુ કંઇ હાથ લાગ્યું ન હતું આ વખતે સફળતા મળી હતી