ડ્રમમાં બેસીને પગેથી ગાજર સાફ કરતો હતો દુકાનનો કારીગર, યૂઝર્સ ભડક્યા

2019-08-14 152

મુંબઈના દાદરમાં આવેલા પ્લાઝા માર્કેટનો એક શોકિંગ કહી શકાય તેવો વીડિયો સામે આવ્યો છે વીડિયોમાં પણ જોઈ શકાય છે કે એક મોટા ડ્રમમાં પાણી ભરીને તેમાં ગાજર નાખ્યાં છે આ ગાજર સાફ કરવાની વિચિત્ર રીત જોઈને કોઈને પણ આશ્ચર્ય થાય જ્યૂસ સેન્ટરમાં કામ કરતો એક શખ્સ તેના પર બેસીને પગેથી આ ગાજરને સાફ કરી રહ્યો છે જે વ્યક્તિએ આ વીડિયો રેકોર્ડ કર્યો હતો તેના દાવા પ્રમાણે આ રીતે સાફ કરાયેલા ગાજરમાંથી બાદમાં રસ બનાવવામાં આવે છે આ રીતે વીડિયો રેકોર્ડ થતો જોઈને સ્ટાફે પણ તેની સાથે મારપીટનો પ્રયત્ન કર્યો હતો સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ થયા બાદ યૂઝર્સે પણ આકરી પ્રતિક્રિયાઓ આપી હતી ખાદ્ય વિભાગ પણ લોકોના સ્વાસ્થ્ય સાથે થતાં ચેડાંનો આ વીડિયો જોઈને હરકતમાં આવ્યું હતું મળતી માહિતી પ્રમાણે આ જ્યૂસ સેન્ટર સામે આકરી કાર્યવાહી કરવાની દિશામાં પ્રયત્નો હાથ ધરાયા છે