હરિયાણાના ઝજ્જરમાં આવેલા રાયપુર ગામમાં એક યુવકને સાપ હાથમાં પકડીને તેની સાથે કરતબ કરવાનું મોઘું પડ્યું હતું હાથમાં સાપ લઈને તેણે ઘણા સમય સુધી જોખમી ખેલ કર્યા હતા આવા જીવ લઈ શકે તેવા કરતબ કરતાં કરતાં તેણે દોસ્તોને પણ કહ્યું હતું કે તેને સાપ કરડે તો પણ ઝેરની અસર નથી તેણે તેના મિત્રોને પણ આ રમતનો વીડિયો રેકોર્ડ કરવાનું આહવાન કર્યું હતું જો કે, ત્યાં જ અચાનક સાપે તેને ડંખ મારી લીધો હતો સાપના હુમલાથી સમસમી ગયેલો આ સનકી યુવક કેમેરાની સામે જ તેનું માથું જ ચાવી ગયો હતો બળતરા વધવા લાગતાં તેણે ઝેરની અસર ના થાય તે માટે જ્યાં સાપ કરડ્યો હતો ત્યાં બ્લેડથી મોટો કાપો મારીને ઘા કર્યો હતો દર્દ વધવા લાગતાં જ આ યુવક પણ રડવા લાગ્યો હતો તેના હાથે પાટો બાંધનારાઓને પણ તે કરગરીને કહેતો રહ્યો હતો કે હું હવે મરી જઈશ તેની કફોડી હાલત જોઈને આજુબાજુ રહેલા લોકોએ તેને હિંમત આપી હતી જો કે, તેની હાલત વધુ લથડતાં જ દવાખાનામાં સારવાર સમયે જ તેણે દમ તોડ્યો હતો
મળતી વિગતો પ્રમાણે આ યુવક મધ્યપ્રદેશના ટિકમગઢનો વતની હતો જે મજૂરી અર્થે હરિયાણાના રાયપુરમાં રહેતો હતો