ઇંગ્લેન્ડના રાજકારણીઓ અત્યારે કાશ્મીર મુદ્દે ટ્વિટર પર બાખડી રહ્યા છે ત્યારે કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદે કહ્યું છે કે કાશ્મીર મુદ્દે ભારતે જે બંધારણીય નિર્ણય લીધો છે તે તેમનો આંતરિક વિષય છે સાંસદ બોબ બ્લેકમેને ભારતને સપોર્ટ કરતો એક પત્ર ઇંગ્લેન્ડના વડાપ્રધાન બોરીસ જોનસ્નને લખ્યો છે તેમાં તેમણે કહ્યું, ''એક સર્વમાન્ય વર્ષોથી ચાલતી આપણી પ્રથા છે કે કોઇ ત્રીજા દેશના આંતરિક મામલાઓમાં આપણે દખલ નહીં કરીએ અને એ પણ ખાસ કરીને લાંબા સમયથી મિત્ર એવા ભારત દેશના મામલામાં'' બોરીસ જોન્સન પણ કન્ઝર્વેટિવ પાર્ટીથી જોડાયેલા છે