વડોદરાઃ સરદાર સરોવર નર્મદા ડેમના ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઇ રહી છે ઉપરવાસમાંથી હાલ 59,935 ક્યુસેક પાણીની આવક છે જેને પગલે નર્મદા ડેમની જળ સપાટી 13202 મીટર ઉપર પહોંચી ગઇ છે હાલ નર્મદા ડેમના 7 ગેટ ખોલવામાં આવ્યા છે જેથી નર્મદા નદીમાં 1,17,519 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમમાંથી સતત છોડવામાં આવી રહેલા પાણીને કારણે નર્મદા નદી છેલ્લા સાત દિવસથી બે કાંઠે વહી રહી છે અને નર્મદા ડેમના RBPHનાં 1200 મેગાવોટના 6 યુનિટ ચાલુ છે જેથી રોજની અંદાજિત 6 કરોડ રૂપિયાનું વીજ ઉત્પાદન થઇ રહ્યું છે