શ્રીદેવી અને બોની કપૂરની દીકરી જાહન્વી કપૂર તેની એક્ટિંગ સિવાય વિનમ્રતા અને સૌમ્યતાને કારણે પણ જાણીતી છે તે તેના ફેન્સ સહિત મીડિયા પર્સન સાથે પણ બહુ સહજતાથી વર્તે છે એક એવો જ વીડિયો જેમાં રસ્તા પર એક ગરીબ બાળકી જાહન્વી પાસે પૈસા માગે છે ત્યારે જાહન્વી પહેલા તો તેની પાસે પૈસા નથી તેવુ જણાવે છે પરંતુ બાદમાં ડ્રાઇવર પાસેથી પૈસા ઉધાર લઈને તે બાળકીને આપે છે ત્યારે ગરીબ બાળકીને પૈસા આપ્યાનો સંતોષ તેના ચહેરા પર જોવા મળે છે સોશિયલ મીડિયા પર જાહન્વીના આ જેસ્ચરની ભરપૂર પ્રશંસા થઈ રહી છે