લાકડા ચોરને પકડવા ગયેલા ઉચ્છલ RFO પર હુમલો, ગંભીર ઈજા થઈ

2019-08-14 114

સુરતઃ મહારાષ્ટ્રના નવાપુર નજીક નાંદવણ ગામે લાકડા ચોરને પકડવા ઉચ્છલ વન વિભાગની ટીમ ગઈ હતી ત્યારે લાકડા ચોર અચાનક પથ્થરથી હુમલો કરતા ઉચ્છલના આરએફઓ ગંભીર ઇજા થઇ હતી જેથી તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા નવાપુરના વીજાપુર ગામે રહેતો વાડિયા કોંકણી લાકડાની ચોરીના કેસમાં ધરપકડ કરવા ઉચ્છલ વન વિભાગના અધિકારી આરએફઓ ગયા હતા ધરપકડ કરવા ગયેલા આરએફઓ ઉપેંદ્રસિંગ ડી રાવલજી, યોગેશ પી જાધવ, દિનેશ ડી રબારી, આરએફઓ હિતેશ ચૌધરી, એસઆરપીની ટીમ પર કોંકણીઓએ હુમલો કર્યો હતો નવાપુર વિસ્તારમાં નંદવાણ ખાતે ધરપકડ કરવા જતાં હુમલો કર્યો હતો ઉચ્છલ આરએફઓ ઉપેંદ્રસિંગ ડી રાવલજી માથા અને પીઠ ઉપર પથ્થરો મારતાં ઇજા થઇ હતી

Videos similaires