જૂનાગઢ:જામવાળા ગીરમાં આવેલા જમજીર ધોધનો આહલાદક નજારો કેમેરામાં કેદ થયો છે મલ્યાસીંગોડા ડેમ 80 ટકા ભરાઈ જતાં ડેમનો એક દરવાજો ખોલવામાં આવ્યો છે જેના કારણે જમજીરનો ધોધ ફરી વહેતો થયો છે ધોધના આ રમણીય અને આકર્ષક દ્રશ્યો નિહાળવા માટે સૌરાષ્ટ્ર સહિત દેશ-વિદેશનાં લોકો ઉમટી રહ્યાં છે જમજીરનો ધોધનું સૌંદર્ય જ એવું છે કે તેને નિહાળવો અને માણવું એ એક અદભૂત લ્હાવો છે