અમદાવાદઃ12 જુલાઈના રોજ શહેરના બોપલ વિસ્તારમાં આવેલી તેજસ સ્કૂલ પાસે સંસ્કૃતિ ફ્લેટની નજીક 20 વર્ષ જૂની 1 લાખ લિટરની ક્ષમતા ધરાવતી 30 ફૂટ ઊંચી પાણીથી છલોછલ ઓવરહેડ ટાંકી ધસી પડતા ત્રણ યુવકનાં મોત થયાં હતાં, જ્યારે 6 ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા આજે(13 જુલાઈ) આ દુર્ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે આ સીસીટીવીમાં જોવા મળ્યા મુજબ, જ્યારે ટાંકી ધસી પડી ત્યારે એક યુવક ભાગવામાં સફળ થાય છે જ્યારે અન્ય લોકોને ઈજા થાય છે તેમજ ઘણા લોકો પોતાના બાળકો સાથે ભાગી રહ્યા છે અને ભયનો માહોલ જોવા મળે છે ત્યાર બાદ ટાંકીની આસપાસ અફડા તફડી જોવા મળે છે અને લોકોનું ટોળું એકઠું થઈ જાય છે તેમજ ઘટના સ્થળે પડેલા અનેક વાહનોને પણ નુકસાન થાય છે