ઈસ્લામિક દેશ બેહરીનમાં ઈદની નમાઝ બાદ પાકિસ્તાની, બાંગ્લાદેશી અને અન્ય એશિયાઈ લોકોએ કાશ્મીર માટે રેલી કાઢીને દેખાવો કર્યા હતા હવે એ જ દેખાવો તેમને ખૂબ જ ભારે પડશે આ અંગે બેહરીનની પોલીસે કહ્યું કે નમાઝ બાદ કાયદો તોડનાર આ તમામ એશિયાઈ લોકોની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે
ઉલ્લેખનીય છે કે વિરોધ પ્રદર્શન બહરીનની રાજધાની મનામામાં ઈદની નમાઝ બાદ કરવામાં આવ્યું હતું, જેને બહરીન પોલિસે કાયદાના ઉલ્લંઘન તરીકે ગણયું છે પોલીસે દેખાવકારોની સામે કાયદાકીય કાર્યવાહી કરતા આ મામલો કોર્ટના હવાલે કર્યો છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે વિરોધ કરનારા બાંગ્લાદેશી અને પાકિસ્તાનીઓની વર્ક પરમિટ રદ કરીને તેમને પરત તેમના દેશમાં મોકલવામાં આવી શકે છે