રાજકોટ:રાજકોટમાં પડેલા ભારે વરસાદને કારણે ઠેર ઠેર પાણીના ખાડાં ભરાયાં છે ત્યારે તેમાં ડૂબી જવાની સતત બીજા દિવસે ઘટના બની હતી રૈયારોડ પર નવી બની રહેલી બિલ્ડિંગની સાઇટના સેલર માટે બનાવેલા ખાડામાં ન્હાવા પડેલા બે સગાભાઇ અને તેના માસિયાઇ ભાઇ ડૂબી ગયા હતા મૃતક બાળકોના પરિવારે બિલ્ડર સામે કાર્યવાહી કરવાની માંગ સાથે મૃતદેહો સ્વિકારવાનો ઇન્કાર કર્યો હતો પરંતુ મોડીરાત્રે લાશ સ્વિકારી લીધી હતી ડૂબી રહેલા ત્રણેય માસિયાઇ ભાઇઓ બચાવો બચાવોની બૂમ પાડતા હતા પરંતુ કોઇ મદદે આવે તે પહેલા જ ત્રણેય ડૂબી ગયા હતા અને મોતને ભેટ્યા હતા ઘટના અંગે જાણ કરાતા ફાયરબ્રિગેડ સ્ટાફ દોડી ગયો હતો અને 25 ફૂટ પાણી ભરેલાં ખાડામાં ફાયરબ્રિગેડ સ્ટાફે ઝંપલાવી એક પછી એક મળી ત્રણ બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા હતા સવન બિલ્ડિંગ સાઇટના બિલ્ડર અને કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ યુનિવર્સિટીએ ગુનો દાખલ કર્યો છે તપાસમાં જે ખુલે તેમના વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે