ગીરસોમનાથ:દ્વાદશ જ્યોતિર્લિંગમાં પ્રથમ સ્થાન ધરાવતું સોમનાથ મહાદેવ શિવભક્તોમાં આસ્થાનું કેન્દ્ર હોવાની સાથે આતંકવાદીઓના હિટલિસ્ટમાં પણ છે એકતરફ પવિત્ર શ્રાવણ માસ શરૂ થઈ ચુક્યો છે અને ત્યારે કેન્દ્ર સરકારે કાશ્મીરમાંથી કલમ 370 અને અનુચ્છેદ 35-એ હટાવતાં પાકિસ્તાન રઘવાયું બન્યું છે ખુદ ત્યાંના વડાપ્રધાન ઇમરાનખાને ત્યાંની સંસદમાં ઈશારો કર્યો છે કે ભારત પર પુલવામાં જેવા હુમલા થઈ શકે છે આ સ્થિતિને ધ્યાનમાં રાખીને સોમનાથ મંદિરમાં રાજ્ય પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્ત કડક કરી દેવાયો છે અત્યારે પોલીસ જવાનો ઉપરાંત એસઆરપી, મંદિર સિક્યુરીટીનો સ્ટાફ ખડેપગે ફરજ બજાવી રહ્યો છે આમછતાં ભક્તોની આસ્થા લગીરે ડગી નથી શ્રાવણ મહિનાના બીજા સોમવારે બપોર સુધીમાં એક લાખથી વધુ ભક્તોએ દાદાના દર્શન કર્યા હતા મંદિર પરિસરની અંદર અને બહાર ભાવિકોની ભીડ જામી હતી અને ડ્રોનની નજરે અદભૂત નજારો જોવા મળ્યો હતો