કોસ્ટ ગાર્ડ શીપમાં આગ લાગી, 29 ક્રૂ મેમ્બર્સ જીવ બચાવવા દરિયામાં કુદ્યા, 1 ગુમ

2019-08-12 1,614

કોસ્ટ ગાર્ડ શીપ જગુઆરમાં સોમવારે સવારે આગ લાગી હતી જીવ બચાવવા માટે શિપના 29 ક્રૂ મેમ્બર્સ પાણીમાં કુદી ગયા હતા ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સૈન્યએ 28 ક્રૂ મેમ્બર્સને બચાવી લીધા છે પરંતુ હજી એક સભ્ય ગુમ છે તેને શોધવામાં આવી રહ્યો છે આગ લાગવાનું કારણ હજી જાણવા મળ્યું નથી

કોસ્ટ ગાર્ડ સૈન્યએ જણાવ્યું કે, સવારે 1130 વાગ્યાની આસપાસ જહાજમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો અને ત્યારપછી તેમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો જીવ બચાવવા ક્રૂ મેમ્બર્સ પાણીમાં કુદ્યા હતા તટરક્ષક સેનાનું કહેવું છે કે, એક અન્ય જહાજ રાની રાશમોની તે જ વિસ્તારમાં પેટ્રોલિંગ પર હતું આ જહાજને બચાવ અભિયાન સ્થળે મોકલવામાં આવ્યું હતું ગુમ થયેલા એક ક્રૂ મેમ્બરને શોધવા નેવી અને સી-432 જહાજ સિવાય કોસ્ટ ગાર્ડ સેનાએ પણ હેલિકોપ્ટર અભિયાન શરૂ કર્યું છે

Videos similaires