સુરતના ડીંડોલીમાં યુવક પર બે ટાબરીયાનો હુમલો, ચપ્પુ ઘૂસેલી હાલતમાં હોસ્પિટલ ખસેડાયો

2019-08-12 1,146

સુરતઃ ડીંડોલીમાં આરડી ફાટક નજીર એક યુવક પર બે બાઈક સવાર બે અજાણ્યા ટાબરીયાએ ચપ્પુ વડે હુમલો કર્યો હતો જેમાં ચપ્પુ યુવકના પેટમાં ઘૂસેલી હાલતમાં સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પેટમાં ચપ્પુ ઘૂસેલી હાલતમાં જોઈને ડોક્ટરો પણ ચોંકી ગયા હતા મળતી માહિતી પ્રમાણે, મહારાષ્ટ્રના જળગાવનો રહેવાસી રિતેશ સોમાનાથ સિપ્પી(ઉવ23) સુરતના ડીંડોલીમાં રહેતા માસીને ત્યાં આવ્યો હતો કાનબાઈ માતાના ઉત્સવ માટે સુરત આવ્યો હતો દરમિયાન આજે કાનબાઈ માતાના વિસર્જનમાં ગયા હતા જ્યાં થાકીને આરડી ફાટક પાસે બેઠો હતો દરમિયાન બાઈક સવાર બે ટાબરીયા ધસી આવ્યા હતા અને રેમ્બો ચપ્પુથી હુમલો કરી પેટમાં ઘૂસાડી દીધું હતું આ ઘટના નજરે જોનાર રિતેશના બનેવીએ બુમાબુમ કરતા આસપાસથી લોકો દોડી આવ્યા હતા જેથી હુમલાખોર બાઈક પર ફરાર થઈ ગયા હતા

Videos similaires