યૂપીનાનવાબગંજ વિસ્તારના ભાઈલાલપુરવા ગામમાં શનિવારે શોકિંગ ઘટના સામે આવી હતી જેમાં એક મહિલા પર બાળક ચોરવાના પ્રયાસનો આરોપ લગાવીને તેને ઝાડ સાથે બાંધીને મારવામાં આવી હતી ગામની કેટલીક મહિલાઓએ તેને ચંપલ અને લાકડીઓથી ફટકારી હતી પોલીસે ઘટના સ્થળે જઈને આ મહિલાનો છૂટકારો કરાવ્યો હતો પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે આ મહિલા બાળક ચોર નહીં પણ માનસિક અસ્થિર હતી પોલીસે પણ વીડિયોના આધારે નવ લોકો સામે ગુનો નોંધીને તેમની ધરપકડ કરી હતી એસપીએ વધુ માહિતી આપતાં કહ્યું હતું કે મહિલાને સારવાર માટે દાખલ કરવામાં આવી છે સાથે જ આ ગુનામાં સામેલ આરોપીઓની સામે પણ કડક હાથે કાર્યવાહી કરવામાં આવશે