વડોદરામાં 100 પરિવારો 11 દિવસથી રસ્તા પર આવી ગયા, ગંદકીને કારણે બીમારીના ખાટલા

2019-08-11 753

વડોદરાઃ વડોદરા શહેરમાં 31 જુલાઇએ વરસેલા 20 ઇંચ વરસાદ બાદ પૂર આવ્યું હતું અને હવે ફરીથી વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું છે, ત્યારે વડોદરા શહેરની તુલસીવાડી સ્થિત જયઅંબેનગર, ગણેશનગર, ઇન્દિરાનગર અને સંજયનગર ઝુપડપટ્ટીના રહીશો છેલ્લા 11 દિવસથી રસ્તા પર આવી ગયા છે 31 જુલાઇએ આવેલા પૂરમાં 200 જેટલા ઘરોમાં પાણી ઘૂસી જતા 100 જેટલા પરિવારોએ શુક્રવારી માર્કેટ ભરાય છે તે મુખ્ય રોડ રોડ પર તંબુ બનાવીને આશરો લેવો પડ્યો હતો કેટલાક લોકોને સ્કૂલોમાં આશરો લેવો પડ્યો છે પૂરના પાણી ઓસર્યા લોકો બાદ માંડ ઘરમાં ગયા હતા અને ફરીથી પૂર આવતા લોકોને રસ્તા પર જ રહેવાનો વારો આવ્યો છે પૂરની સ્થિતિને પગલે આ વિસ્તારના દરેક ઘરમાં બાળકો બીમાર થયા છે અને ચામડીના રોગો પણ ફેલાઇ રહ્યા છે રાત્રીના સમયે મગરો આવી જતા હોવાથી લોકોને ઉજાગરા કરવા પડે છે

Videos similaires