પાઈપમાં કૂતરીનું માથું ફસાઈ ગયું હતું, આવી હાલતમાં પણ ગલૂડિયાંને દૂધ પીવડાવતી હતી

2019-08-11 12

મુંબઈના મરોલમાં આવેલ એક ઔધોગિક વસાહતમાં અજીબોગરીબ મામલો સામે આવ્યો હતો એક વ્યક્તિની નજર ત્યાં જ રહેતી કૂતરી પર પડી હતી જેનું માથું પ્લાસ્ટિકની પાઈપમાં ફસાયેલું હતું સ્થાનિકોએ તેને છોડાવવા માટે કરેલા પ્રયત્નોમાં નિષ્ફળતા મળતાં જવોઈસ ઓફ એનિમલ નામના એક એનજીઓના લોકોને રેસ્ક્યુ માટે બોલાવવા પડ્યા હતા જીવદયાપ્રેમીઓને પણ તેના ગળામાંથી પાઈપ નીકાળવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો કલાકોની મહેનત બાદ તેમને સફળતા મળી હતી

એનજીઓના સંસ્થાપક એવા અમિત પાઠકના જણાવ્યા મુજબ તેમને જોયા બાદ તરત જ ડરના માર્યા કૂતરી ત્યાંથી ભાગી ગઈ હતી ભારે મહેનત બાદ જ્યારે તેને જ્યાંથી શોધી હતી ત્યાંનો નજારો જોઈને દરેકને નવાઈ લાગી હતી કેમકે આવી દયનીય હાલતમાં પણ આ કૂતરી તેનાં ગલૂડિયાંને દૂધ પીવડાવી રહી હતી સ્વયં તકલીફોથી કણસતી આ કૂતરીની મમતા જોઈને દરેકને તેના પ્રત્યે અનુકંપા વ્યક્ત કરી હતી

Videos similaires