ધસમસતા પાણીમાં જીવના જોખમે ટેણિયાએ ઍમ્બ્યુલન્સને માર્ગ બતાવ્યો, યૂઝર્સે વહાવ્યો શાબાશીનો ધોધ

2019-08-11 16,426

કૃષ્ણા નદી પર દેવદુર્ગા-યાદગીર રોડને જોડતા એક પુલ પર ધસમસતા પાણીના કારણે સામેની દિશામાં એક ઍમ્બ્યુલન્સ અટવાઈ હતી પાણીના મારાના કારણે ઍમ્બ્યુલન્સનો ડ્રાઈવર પણ આગળ કેવી રીતે વધવું તેની અવઢવમાં હતો આ કટોકટીની વેળાએ ત્યાંના સ્થાનિક ટાબરિયાએજીવના જોખમે જે રીતે ઍમ્બ્યુલન્સને રસ્તો કરી આપ્યો હતો તેનો વીડિયો જોઈને તમને પણ તેના પર ગર્વ થશે સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને અનેક યૂઝર્સે આ ટાબરિયાની હિંમત અને સૂઝબૂઝનાં વખાણ કર્યાં હતાં એક બાજુ જ્યાં શહેરમાં લોકો ઍમ્બ્યુલન્સને પણ રસ્તો આપવામાં આડોડાઈ કરે છે તેવામાં આ ગ્રામિણ બાળકની આવી નિસ્વાર્થ સેવાની ભાવના જોઈને આપણને પણ લાગશે જ કે હજુ માણસાઈ સાવ મરી પરવારી નથી

Videos similaires