કડી: પંથકમાં દસ કલાકમાં સાર્વત્રિક બાર ઈંચ વરસાદ પડતા તાલુકાના દસમા, ડરણના, ખાવડ, કોલાદ સહિતના ગામોમાં પાણી ભરાયા હતાજ્યારે ચાર પશુઓના મોત થયા હતા અને ચાર મકાનોને નુક્શાન થયું હતું તો કડીના દેઉસણામાં પાણી ભરાતા તંત્ર દોડતું થયું હતું
કડી તાલુકાના દેઉસણા ગામમા વરસાદી પાણીના નિકાલના અવરોધને લઈ ગામના પ્રવેશ માર્ગો પર પાણી ફરી વળતા ગામલોકોને હાલાકી ભોગવવી પડી હતી જ્યારે તાલુકાના ડરણના,ખાવડ અને કોલાદ,વિસતપુરામા વરસાદી પાણી ભરાવાની વર્ષો જુની સમસ્યા યથાવત રહેતા તંત્ર દોડતું થયું હતું નંદાસણમા એક ભેંસ અને પાડીનુ પાણીમાં ડૂબી જતા અને નવાપુરામાં ઝાડ નીચે દભાઈ જતા એક ભેંસનું મોત થયું હતું જ્યારે બુડાસણમા કરંટ લાગતા ભેંસનું મોત નીપજ્યુ હતું તેમજ તાલુકાના નંદાસણ,દેઉસણા અને વડુમા ચાર મકાનોને નુકશાન થયું હતું અહેવાલ તાલુકા પંચાયતને મળ્યા હતા