અંબાજી: ડ્રાઈવરે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર તળાવમાં ખાબકી

2019-08-10 240

પાલનપુર: અંબાજી પંથકમાં આજે સાંજના સુમારે વરસાદનું ભારે ઝાપટું પડતા દાંતા તરફથી અંબાજી આવી રહેલી એક એશન્ટ કારને અકસ્માત નડ્યો હતો ડ્રાઈવરે કારના સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા કાર તળાવમાં ખાબકી હતી
અંબાજીથી જતી જીજે02 બીડી 5003 નંબરની એશન્ટ કારમાં 7 મુસાફરો સવાર હતા જે અંબાજીથી માત્ર એક કિલોમીટર દૂર જ વરસાદનું ભારે ઝાપટું પડ્યું હોવાથી કાર ચાલકે સ્ટેરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર રોડ સાઈડે આવેલા એક ઊંડા તળાવમાં ખાબકી હતી જોકે આ ઘટનાને તે માર્ગ પર સ્થાનિક માર્બલના વેપારીઓને મજૂરોએ પ્રયતક્ષ ઘટનાને જોતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ તળાવમાં ખાબકેલી કારના કાચ તોડીને 7 એ મુસાફરોને બહાર કાઢ્યા હતા જોકે કાર સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગઈ હતી

Videos similaires