ગુજરાતમાં બે દિવસ ભારે વરસાદ થતાં 19 લોકોનાં મોત થયાં છે.

2019-08-10 156

જેમાં અમદાવાદમાં દિવાલ પડતાં 4 અને અન્ય દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયાં છે અને નડિયાદમાં પણ 4 લોકોનાં મોત થયાં છે તો આ તરફ મોરબીમાં દિવાલ પડતાં 8 લોકોનાં મોત થયા છે રાજ્યમાં વરસાદને કારણે 19ના મોત થયા છે જ્યારે 6 હજાર લોકોએ સ્થળાંતર કર્યું છેશુક્રવારે સવારે 6 થી સાંજે 6 વાગ્યા સુધીના 12 કલાકમાં ઉત્તર ગુજરાતના 46 તાલુકામાં 1થી 6 ઇંચ સુધી વરસાદ પડ્યો હતો જેમાં સૌથી વધુ પાટણના હારિજમાં 6 ઇંચ, સરસ્વતીમાં 5 ઇંચ, પાટણ અને સમીમાં 4-4 ઇંચ તેમજ અરવલ્લીના ધનસુરામાં 4 ઇંચ વરસાદ ખાબકતાં નીચાણના વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા તો સાર્વત્રિક વરસાદથી રાહ જોઇને બેઠેલા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી

Videos similaires