મહારાષ્ટ્રના સાંગલીનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે જેમાં જોઈ શકાય છે કે આર્મીના જવાનોને એક મહિલા પગે લાગી રહીછે મહિલાની આંખોમાં પાણી છે તો ચહેરા પર મોતના મુખમાંથી બચીને પાછા આવવાની ખુશી પણ છે મોતને નજરે ભાળી જનારી આ મહિલાનોજીવ આર્મીના જવાનોએ રેસ્ક્યુ કરીને બચાવ્યો હતો જ્યારે આ મહિલાને બોટમાં બેસાડી ત્યારે તે આ જવાનોને ભગવાનનો દરજ્જો આપીને પગેલાગી હતી જે રીતે આ મહિલાએ પોતાની લાગણી વ્યક્ત કરી હતી તે જોઈને યૂઝર્સ પણ ગદગદિત થઈ ગયા હતાવીડિયોના અંતમાં પણ જોઈશકાય છે કે તે સામે રહેલા અન્ય લોકોનો પણ હાથ જોડીને આભાર માને છે