કાશ્મીરમાં અજીત ડોભાલનું ગ્રાઉન્ડ મેનેજમેન્ટ જોવા મળ્યું હતુ ડોભાલ ત્રણ દિવસથી અલગ-અલગ વિસ્તારના લોકોને મળી રહ્યાં છે જેમાં અનંતનાગથી NSA ડોભાલનો અનોખો વીડિયો વાઈરલ થયો છે જેમાં ડોભાલે સામાન્ય નાગરિકની જેમ ઘેટાં-બકરાના ભાવ પૂછ્યાં હતા ડોભાલ વેપારી પાસેથી ઘેટાંનું વજન જાણી ચર્ચા કરતાં દેખાયા હતા ઉલ્લેખનીય છે કે, અજીત ડોભાલ એક કેબિનેટ મંત્રી જેવો દરજ્જો ધરાવતા હોવા છતાં, નેશનલ સિક્યોરિટી એડવાઈઝર જેવી ઉચ્ચ પદવી ધરાવતાં હોવા છતાં, કાશ્મીરમાં એક સામાન્ય નાગરિકની જેમ લોકોને મળી, ખબર-અંતર જાણી, સરકારની યોજનાઓ અને લાભોને તેમના સુધી પહોંચાડી રહ્યાં છે