વડોદરાઃ વડોદરા શહેરમાં પવન સાથે વરસેલા ભારે વરસાદમાં શોર્ટ સર્કિટ, જર્જરીત મકાનો પડવાની અને વૃક્ષો જમીનદોસ્ત થવાની ઘટનાઓ બની રહી છે જોકે, આ ઘટનાઓમાં કોઇ જાનહાની થઇ નથી
ફાયર બ્રિગેડમાંથી મળેલી માહિતી પ્રમાણે વહેલી સવારે ફતેપુરા કોયલી ફળિયા પાસે આવેલી કપડાની દુકાનમાં આગ ફાટી નીકળી હતી પાણીગેટ ફાયર બ્રિગેડને જાણ થતાં તુરંત જ લાશ્કરો પહોંચી ગયા હતા અને પાણીમારો ચલાવી આગ કાબૂમાં લીધી હતી આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હતી વહેલી સવારે લાગી હોવાથી કોઇ જાનહાની થઇ નથી પરંતુ દુકાન સ્થિત તમામ માલસામાન બળીને ખાક થઇ ગયો હતો