7 માસની બાળકીના હ્રદયના ધબકારા ઘટી જતાં 108ની ટીમે 5 કલાકમાં સુરતથી અમદાવાદ પહોંચાડી

2019-08-10 584

સુરતઃતાત્કાલિક સેવા તરીકે કામ કરતી 108 એમ્બ્યુલન્સ દ્વારા 7 મહિનાની હ્રદય રોગની બાળકીને તાત્કાલિક સુરતથી અમદાવાદ પહોંચાડીને નવું જીવન આપવામાં આવ્યું હતું માત્ર પાંચ જ કલાકમાં 271 કિલોમીટરનું અંતર કાપીને એમ્બ્યુલન્સ અમદાવાદ પહોંચી હતી રસ્તામાં બાળકીને એમ્બ્યુલન્સમાં ઈન્જેક્શન આપવાની સાથે બોટલ પણ ચડાવવામાં આવી હતી108ની સરાહનીય કામગીરીથી બાળકીનો જીવ બચી ગયાની લાગણી પરિવારે વ્યક્ત કરી હતી