રૂ.750 કરોડના ખર્ચે બનેલી SVP હોસ્પિ.ના 15માં માળે પાણી ભરાયા, દર્દીઓમાં દોડધામ

2019-08-10 3,899

અમદાવાદઃ શહેરમાં રૂ750 કરોડના ખર્ચે બનેલી અને 7 મહિના પહેલા જ શરૂ થયેલી SVP(સરદાર વલ્લભભાઈ હોસ્પિટલ)એટલે કે નવી વીએસહોસ્પિટલના 15માં માળે પાણી ભરાયું છે જેને પગલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની બેદરકારીની પોલ ખુલી ગઈ છે અમદાવાદમાં મધરાતે પડેલા વરસાદમાં એસવીપી હોસ્પિટલના 15માં માળે અચાનક પાણી ભરાવા લાગતા હોસ્પિટલનો સ્ટાફ દોડધામ કરી પાણી ઉલેચવા લાગ્યો હતો તેમાં પણ દર્દીઓના બેડના વોર્ડમાં જ પાણી ભરાતા દર્દીઓ પણ ભયમાં મુકાયા હતા આમ હોસ્પિટલના બાંધકામ સામે પણ સવાલ ઉભો થયો છે ઉલ્લેખનીય છે કે, ગત જાન્યુઆરીમાં જ આ હોસ્પિટલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું

Videos similaires