ગ્રિલ્સે કહ્યુ- વાઘ હુમલો કરે તો મારી દેજો, મોદીએ કહ્યું- મારવું અમારા સંસ્કારમાં નથી

2019-08-10 2

ડિસ્કવરી નેટવર્કના મેન વર્સિસ વાઈલ્ડ શોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાળા એપિસોડનો પ્રોમો શુક્રવારે રિલીઝ કરવામાં આવ્યો છે વીડિયોમાં મોદી અને શોના હોસ્ટ બિયર ગ્રિલ્સ રસપ્રદ વાત કરતાં જોવા મળી રહ્યા છે બિયર ગ્રિલ્સ પીએમ મોદી સાથે મળીને એક ભાલો તૈયાર કરી રહ્યા છે આ દરમિયાન ગ્રિલ્સ મોદીને પૂછે છે કે, મેં સાંભળ્યું છે કે તમે બાળપણમાં ઘણો સમય જંગલોમાં પસાર કર્યો છે? જવાબમાં મોદી કહે છે કે, હું હિમાલય જઉં છું મેં 17-18 વર્ષની ઉંમરે ઘર છોડી દીધું હતું પછી વિચારતો હતો કે શું કરું અને શું ના કરું પ્રકૃતિ મને ખૂબ પસંદ હતી ગ્રિલ્સે મોદીને કહ્યું હતું કે, તમે ભારતના ખૂબ મહત્વના વ્યક્તિ છો તેથી તમને સાચવવા મારુ કામ છે

ગ્રિલ્સ મોદીને ભાલો આપતા કહે છે કે, જો કોઈ વાઘ તમારી તરફ આવે તો તમે એને મારી દેજો ત્યારે મોદી કહે છે કે, કોઈને મારવું અમારા સંસ્કાર નથી પરંતુ તમારી સુરક્ષામાટે હું આ ભાલાને મારી જોડે રાખી લઉં છું

Videos similaires