અમદાવાદ: ગુજરાત માટે આનંદના સમાચાર છે ડેમ પર દરવાજા લગાવાયા બાદ પ્રથમ વખત તેને ખોલવામાં આવ્યા છે ઉપરવાસમાંથી સતત પાણીની આવકને કારણે નર્મદા ડેમે 131 મીટરની સપાટી વટાવી છે જે બાદમાં રાત્રે જ દરવાજા ખોલવાની નિર્ણય કરાયો હતો કુલ 30 દરવાજામાંથી તબક્કાવાર 25 ગેટ ખોલાયા હતા શુક્રવારે સવારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે નર્મદા ડેમની મુલાકાત લીધી હતી રૂપાણીએ જણાવ્યું હતુ કે, સમગ્ર ગુજરાતમાં સારા વરસાદથી દુષ્કાળના ઓળા દૂર થયા છે ગુજરાતે નર્મદા બંધ ભરીને નેવાના પાણી મોભે પહોંચાડવાનું અદ્દભુત કામ કર્યુ છે નર્મદા બંધના જળાશયમાં 1315 મીટરની ઊંચાઇ સુધી પાણી ભરીને ગુજરાતે પોતાની ટેકનિકલ ક્ષમતા પૂરવાર કરી છે જેનો મને ગર્વ છે