સંતરામપુર અને આસપાસના વિસ્તારોમાં વરસાદ, પૂલ પર પાણી ફરી વળ્યા, નદી-નાળા છલકાયા

2019-08-09 101

સંતરામપુર:છેલ્લા બે દિવસથી સંતરામપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં જોરદાર વરસાદ પડ્યો છે જેને પગલે તાલુકાના ખોડાદ્રા અને સીર ગામે પૂલ ઉપર પાણી ફરી વળતા ગ્રામજનો સંપર્ક વિહોણા બન્યા હતા અને વાહન વ્યવહાર પણ ખોરવાયો હતો તેમાં પણ પૂલ નીચે હોવાથી ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો આ સિવાય સંતરામપુરની ચીબોટા નદીમાં પાંચ વર્ષ પછી પાણી આવતા નગરજનો પાણી જોવા માટે ઉમટ્યા હતાઆ વરસાદના પગલે ખેતરોમાં ઉભા પાકને જીવતદાન મળ્યું છે

Videos similaires