પાવી જેતપુરમાં 5.5 ઈંચ વરસાદ, ઓરસંગ નદી ગાંડીતૂર થઈ

2019-08-09 265

છોટાઉદેપુરઃપાવી જેતપુરમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી મેઘ મહેર થઇ છે આજે(9 જૂલાઈ) સવારના 6 વાગ્યાથી સાંજ 6 વાગ્યા સુધીમાં 138 મિમિ એટલે કે સાડા પાંચ ઈંચ જેટલો વરસાદ પડ્યો છે આમ સીઝનનો 875 મિમિ એટલે કે 35 ઈંચ વરસાદ વરસતા ઓરસંગ નદી બંને કાંઠે વહેવા લાગી છે તેમજ પાવી જેતપુરના તેમજ આજુબાજુ ગામના લોકો ધસમસતા પાણીના પ્રવાહને નિહાળવા દોડી આવ્યા હતા જેને પગલે લોકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે ઓરસંગ નદી બે કાંઠે વહેતા આજુબાજુના ખેતરોના કૂવામાં પાણીના સ્તર પણ ઉંચા આવશે

Videos similaires