કેલિફોર્નિયામાં ચપ્પૂ મારીને 4ની હત્યા, ફિલાડેલ્ફિયામાં પ્લેન ક્રેશમાં 3ના મોત

2019-08-09 6,914

અમેરિકાના દક્ષિણ કેલિફોર્નિયાના ગાર્ડન રોવ વિસ્તારમાં એક વ્યક્તિએ ચપ્પાથી હુમલો કરીને 4 લોકોની હત્યા કરી દીધી છે આ હુમલામાં બે લોકો ઘાયલ થયા છે ગાર્જન ગ્રોવ પોલીસ વિભાગ (જીજીપીડી)ના જણાવ્યા પ્રમાણે હુમલાખોરની ધરપકડ કરી લેવામાં આવી છે હુમલાખોર ચપ્પુ અને બંદુક લઈને સ્ટોરમાં ઘૂસ્યો હતો જ્યારે ફિલાડેલ્ફિયામાં એક ઘર સાથે નાનું વિમાન અથડાઈ જવાના કારણે 3 લોકોના મોત થયા છે

જીજીપીડીએ ટ્વિટ કર્યું છે કે, તપાસમાં જાણવા મળ્યું છે કે, આરોપી આ પહેલાં પણ ઘણી હત્યાઓ અને ચોરીના આરોપમાં સામેલ છે આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે તેણે પહેલાં બે યુવકની હત્યા કરીને ગાડી લઈને ભાગી ગયો હતો ત્યાંથી ગેસ સ્ટેશન અને વીમા કંપનીમાં જઈને બે લોકોને ઘાયલ કર્યા હતા ત્યાંથી તે એક રેસ્ટોરાં ગયો અને ત્યાં પણ તેણે એક વ્યક્તિની હત્યા કરી હતી

Videos similaires