સુરતના પાંડેસરામાં મોબાઈલ સ્નેચરને લોકોએ ઝડપી પાડી જાહેરમાં ધોલાઈ કરી

2019-08-09 377

સુરતઃ શહેરમાં મોબાઈલ સ્નેચરનો આતંક વધી રહ્યો છે દરમિયાન પાંડેસરા વિસ્તારમાં એક મોબાઈલ સ્નેચર લોકોના હાથે ચડી ગયા હતો અને જાહેરમાં ધોલાઈ કરી પોલીસ હવાલે કરી દીધો હતો છેલ્લા કેટલાક દિવસથી શહેરમાં વધી રહેલી મોંબાઇલ સ્નેચિંગની ઘટનાને લઈ લોકોમાં રોષ ફેલાયો છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં ભીડ- ભંજન સર્કલ નજીક ઓટો રીક્ષામાં બેઠેલી મહિલાના હાથમાંથી બે યુવકો દ્વારા મોબાઈલ સ્નેચિંગ કરવામાં આવ્યું હતું જોકે, ભીડ એકઠી થઈ જતા બે સ્નેચરો પૈકી એક લોકોના હાથે ઝડપાઈ ગયો હતો જ્યારે એક ફરાર થઈ ગયો હતો અને લોકોએ જાહેર મોબાઈલ સ્નેચરને માર મારી પોલીસ હવાલે કર્યો હતો લોકોએ આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે

Videos similaires