કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે અજીત ડોભાલનું કાશ્મીરીઓ સાથે લંચ કરવા વિશે કહ્યું છે કે, પૈસા આપીને કોઈને પણ સાથે લાવી શકાય છે બુધવારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (એનએસએ) અજીત ડોભાલે શોપિયામાં સ્થાનિક લોકો સાથે લંચ કર્યું હતું તેમણે ત્યાંની સ્થિતિ વિશે લોકો સાથે વાતચીત કરી હતી કેન્દ્ર સરકારે અનુચ્છેદ 370 ખતમ કરી દીધા પછી જમ્મુ-કાશ્મીરની વ્યવસ્થા જાણવા ડોભાલને ત્યાં મોકલ્યા છે એનએસએ ડોભાલે શોપિયામાં સુરક્ષા અધિકારીઓ સાથે મુલાકાત પણ કરી હતી આ દરમિયાન ડીજીપી દિલબાગ સિંહ પણ હાજર હતા સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ડોભાલે શોપિયામાં તે વિસ્તારના લોકો સાથે વાત કરી હતી જ્યાં બુરહાન વાણીને મારવામાં આવ્યો હતો ત્યારપછી ત્યાં પથ્થરમારાની ઘટના વધી ગઈ હતી જોકે હવે આ વિસ્તારમાં શાંતિ છે